કેમ છો મિત્રો,
અમારી આગામી મીટઅપ્સ ૧૯ મી માર્ચ ૨૦૧૭ એટલે કે માર્ચ ના ત્રીજા રવિવારે છે.
મીટઅપ્સ ની કાર્યસૂચિ નીચે પ્રમાણે છે.
૧ ) ગ્રુપ સત્ર માં ” વર્ડપ્રેસ ની તમામ વસ્તુ વિશે વાતચીત વર્ડપ્રેસ નિષ્ણાત દ્વારા”
આ વખતે અમારી મીટઅપ્સ માં એક નવો અભિગમ અમલમાં આવે છે. અમે એક ગ્રુપ સત્ર નું આયોજન કર્યું છે, જ્યાં વર્ડપ્રેસ ના નિષ્ણાત ઉપલબ્ધ રહેશે. જેમાં પ્રેક્ષકો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન પર પોતાના મંતવ્યો શેર કરવા માટે નિષ્ણાત સ્ટેજ પર ઉપલબ્ધ રહેશે.
આમ, અમે આમંત્રણ આપીએ છીએ મીટઅપ્સ ના તમામ સભ્યો અને પ્રેષકો ને જો કોઈ ને પ્રશ્ન અથવા કોઈપણ વિષય જેના પર ચર્ચા કરવા માંગો છો તે તમે આ મીટઅપ્સ ના પૃષ્ઠ પર ટિપ્પણી તરીકે તમારો વિષય પોસ્ટ કરી શકો છો.
(૨) “વર્ડપ્રેસ ને પાછું આપવું – ભાગ ૨ – વર્ડપ્રેસ કોર માં યોગદાન” પર સત્ર.
વર્ડપ્રેસ માં લગભગ ૧૪ વિવિધ પ્રોજેક્ટો છે જ્યાં કોઈપણ વર્ડપ્રેસ માં યોગદાન આપી શકે છે છે. આ સત્ર અમારા “વર્ડપ્રેસ ને પાછું આપવું” શ્રેણી માં ભાગ ૨ પર વિગતવાર સત્ર હશે.અને કેવી રીતે વર્ડપ્રેસ કોર પ્રોજેક્ટ મા યોગદાન આપી શકે છે તેના પર વિગતવાર સત્ર હશે.
દરેક સત્ર માં ૪૫ મિનિટ નો સત્ર + ૧૫ મિનિટ સવાલ/જવાબ અને ચર્ચા = ૧ કલાક હશે
તારીખ :
૧૯ માર્ચ ૨૦૧૭
સમય:
૧૦:૩૦ AM – ૧:૩૦ PM રવિવાર.
સ્થળ:
ગણપત યુનિવર્સિટી ઓફિસ અને ઇન્ફર્મેશન સેન્ટર.
બ્લોક એ, ૩ જો માળ, ગણેશ મેરિડિયન ચાણક્યપુરી રોડ, એસ જી હાઇવે,કારગિલ પેટ્રોલ પંપ સામે, અમદાવાદ – ૩૮૦૦૬૦.
સ્થળ જાણવા માટે અહીં ક્લિક કરો.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.